Monday 23 February 2015

રૂદલપુર વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૧) ની ઉજવણી : ઉદ્દઘાટન અને પ્રયોગ લેખન સ્પર્ધા


=> ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ રૂપરેખા નીચે આપેલ છે.

=> સૌપ્રથમ પ્રાર્થનાસભામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રીએ ૨૮ ફેબ્રુઆરી એ " રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ " શા માટે ઉજવાય છે ? તેની સમજુતી આપી. ત્યારબાદ "રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫" ના સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી જેમાં સપ્તાહના તમામ દિવસોમાં જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની સમાજ આપી.
  




=> ત્યારબાદ શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણે વિજ્ઞાન સપ્તાહના મહત્વ વિષે તથા તેની જીવનમાં રહેલી ઉપયોગીતા વિષે ઊંડી સમજ આપી.


=> બપોરના ૩ વાગ્યે વિધિવત શાળાના વડીલ શિક્ષિકા તથા પ્રજ્ઞાવર્ગ સંભાળતા વેજીબેન કોડીયાતરે રીબીન કાપી આ "રૂદલપુર વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫" નું ઉદ્દઘાટન કર્યું. જેમાં ડાબી બાજુથી ભાષા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી, ગણિત-વિજ્ઞાનના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા, સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેષભાઈ કાથડ, ધોરણ ૪ તથા ૫ ના શિક્ષકશ્રી દિનેશભાઈ ચૌહાણ તથા શાળામાં પ્રજ્ઞાવર્ગ સંભાળતા શિક્ષિકાબહેનશ્રી આરતીબેન સિંધવ તાળીઓથી અભિવાદન કરે છે.  


=> શ્રી સરસ્વતી માતાને નમન કરી તથા આશીર્વાદ મેળવી આ સપ્તાહની શુભ શરૂઆત થઇ.

=> વિદ્યાર્થીઓએ પણ તાળીઓથી આ ઉદ્દઘાટન સમારંભનું અભિવાદન કર્યું.


=> ત્યારબાદ ધોરણ ૬, ૭, ૮ ના તમામ વિદ્યાર્થીઓએ સપ્તાહની પ્રથમ સ્પર્ધા " પ્રયોગ લેખન સ્પર્ધા "માં ભાગ લઇ પ્રયોગાત્મક સુંદર રજૂઆત કરી.