Friday 27 February 2015

રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૫) ની ઉજવણી : ક્વીઝ સ્પર્ધા

=> રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ ઉજવણી અંતર્ગત પાંચમા દિવસે ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
=> જેમાં ધોરણ ૬, ૭, ૮ ની ત્રણ ટીમો પાડવામાં આવી, જેના નામ અનુક્રમે ડાલ્ટન, જેમ્સ વોટ અને ન્યુટન રાખવામાં આવ્યા.
=> દરેક ટીમમાં ૪ ખેલાડી રાખવામાં આવ્યા હતા.
=> આ સ્પર્ધા ૪ રાઉન્ડમાં વહેંચવામાં આવી.
=> તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
=> આ કાર્યક્રમમાં નિર્ણાયકો : શિક્ષિકાબહેનશ્રી શર્મીલાબેન જાની તથા સામાજિક વિજ્ઞાનના ભાષા શિક્ષકશ્રી હિતેશભાઈ કાથડ.


=>આ ક્વીઝ સ્પર્ધાની શરૂઆત માતા સરસ્વતીને નમન કરીને કરી. જેમાં ડાબેથી સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી હિતેશભાઈ કાથડ, શાળાના સંગીત વિશારદ્દ શિક્ષકશ્રી નરેશભાઈ દાસા, ગણિત-વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા, ધોરણ ૩ ના શિક્ષિકાબહેનશ્રી શર્મીલાબેન જાની, પ્રજ્ઞા વર્ગ સંભાળતા બહેનોશ્રી વેજીબેન કોડીયાતર તથા આરતીબેન સિંધવ.


=> ટીમ : ડાલ્ટન

=> ટીમ : જેમ્સ વોટ

=> ટીમ : ન્યુટન

=> રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ ઉજવણી અંતર્ગત પાંચમા દિવસે રાખેલ ક્વીઝ સ્પર્ધાનું સંચાલન કરતા ગણિત-વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયા અને મંચ પર શિક્ષકો ..



=> એક રાઉન્ડ ચિઠ્ઠી ઉપાડનો યોજવામાં આવ્યો.
=> જે અંતર્ગત ટીમ : ડાલ્ટનનો એક ખેલાડી ચિઠ્ઠી ઉપાડી રહ્યો છે.






=> આ કાર્યક્રમ દરમિયાન નાના ભુલકાઓની એક ઝલક સાથે શિક્ષિકાબહેનશ્રી વેજીબેન કોડીયાતર.




=> આ કાર્યક્રમ માં એક રાઉન્ડ સ્ટેન્ડ-અપ રાઉન્ડ પણ ગોઠવવામાં આવ્યો.



=> શાળામાં અતિથી વિશેષ તરીકે હાજર શ્રી હરેશભાઈ સોલંકી અને તેમના મિત્ર.


=> રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ ના પાંચમા દિવસે ક્વીઝ સ્પર્ધા સફળતાપૂર્વક યોજવામાં આવી.
=> નિર્ણાયકો દ્વારા મળેલ પરિણામની ઘોષણા કરતા સંચાલકશ્રી યોગેશભાઈ રાવલીયા.

=> આ ક્વીઝ સ્પર્ધામાં વિજેતા ટીમ : ડાલ્ટન રહી ત્યારબાદ જેમ્સ વોટ અને ત્યારબાદ ન્યુટન.
=> વિજેતા ટીમ : ડાલ્ટન


=> ક્વીઝ સ્પર્ધાને અંતે શિક્ષિકાબહેનશ્રી શર્મીલાબેન જાનીએ વિદ્યાર્થીઓને ક્વીઝ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો તથા તમામ વિધાર્થીને આજની ક્વીઝ સ્પર્ધા વિષે તથા ગણિત-વિજ્ઞાનના મહત્વ વિષે મહત્વનું સંબોધન કર્યું.

=> શાળાના શિક્ષિકાબહેનશ્રી વેજીબેન કોડીયાતારે બાળકોને વિજ્ઞાન સપ્તાહ ના મહત્વ અને ભવિષ્યમાં આ કાર્યક્રમથી બાળકોને થતી મદદરૂપ બાબતોનું વર્ણન કર્યું.

=> આ સાથે રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ ના પાંચમા દિવસે યોજાયેલ ક્વીઝ સ્પર્ધાનું સમાપન કરવામાં આવ્યું.
=> ક્વીઝ સ્પર્ધાથી બાળકોની વિષય પ્રત્યેની એકાગ્રતા વધે છે.
=> આ ઉપરાંત બાળકોમાં ક્વીઝ સ્પર્ધાને લઈને જીજ્ઞાસાવૃત્તિ પણ વિકસે છે.
=> દર વર્ષે આવી ક્વીઝ સ્પર્ધા રાખી વિદ્યાર્થીઓ  વિષયને વધુ સમજે અને એની વિષય પ્રત્યે રૂચી વધે તેવા પ્રયત્નો કરીએ.
=> ધન્યવાદ.