Friday 27 February 2015

રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫ (દિવસ-૪) ની ઉજવણી : પ્રયોગ નિદર્શન

=> આજે રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫  ઉજવણી ની ઉજવણીના ચોથા દિવસે શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી યોગેશભાઈ રાવલીયાએ ધોરણ ૬ થી ૮ ના તમામ પ્રયોગો કર્યા..

=> બાળકોમાં વિજ્ઞાનના પ્રયોગનો જાતે કરે અને શીખે તે હેતુથી વિદ્યાર્થીઓએ પણ પ્રયોગો કર્યા હતા.

=> આ પ્રયોગ નીદાર્શના કાર્યક્રમમાં અતિથી તરીકે શ્રી હરેશભાઈ સોલંકી હાજર રહ્યા હતા.


=> પ્રયોગ નિદર્શનમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી હિતેશભાઈ કાથડ તથા વિદ્યાર્થીઓ..

=> વિદ્યાર્થીઓને પ્રયોગ જાતે કરાવતા પહેલા પ્રયોગ કરતા પહેલા રાખવાની સંભાળ અને પ્રયોગ કરતી વખતે શું - શું કાળજી રાખવી જોઈએ તેની જાણકારી આપી.

=> ત્યારબાદ શ્રી યોગેશભાઈ રાવલીયાની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓએ બધા પ્રયોગ સફળતા પૂર્વક કર્યા.




=> પ્રયોગ નિદર્શનમાં ભાષા શિક્ષકશ્રી અશોકભાઈ સોલંકી..




=> પ્રયોગ નિદર્શનમાં શાળાના શિક્ષકશ્રી નરેશભાઈ દાસા....



=> આમ, વિદ્યાર્થીઓમાં પ્રયોગનો ગુણ વિકસે અને વિજ્ઞાનના પ્રયોગો જાતે કરતા થાય તે હેતુથી રૂદલપુર વાર્ષિક વિજ્ઞાન સપ્તાહ ૨૦૧૫માં પ્રયોગ નિદર્શનનો કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.